Posts

Showing posts from December, 2019

માનવાધિકાર - સમાજમાં ઘુસી ગયેલો એક જીવલેણ વાઇરસ

સમયાંતરે કોઈ ને કોઈ એવી ઘટના બનતી રહે છે જે આપણા દેશના ગૌરવને લાંછન લગાડી દે છે . હમણાં હમણાં મોટા ભાગની ન્યુઝ ચેનલોમાં જે ચકચાર મચાવી રહી છે એ ‘ પ્રિયંકા રેડ્ડી’ ની ઘટના ખુબ જ હૃદયદ્રાવક અને રુવાડા ઊંચા કરી દે તેવી છે . આ ઘટના ના પડઘા આખા દેશ - દુનિયા માં પડ્યા છે . લોકો દેખાવો કરી રહયા છે . આપણે એક જ પ્રકારના આ મુજબના ચીલાચાલુ ન્યુઝ તો જરૂર થી સાંભળ્યા હશે, - " 10 વાર ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર 11 મી વાર ચોરી કરતા ફરી પકડાયો ..."; " 3 અલગ અલગ મર્ડરના કેસમાં જામીન પર છૂટો ફરતો પાકા કામનો ગુનેગાર ચોથા મર્ડર કેસમાં જેલમાં અંદર ..."; " પાંચ વાર ખંડણીના કેસમાં તથા દસ મારામારી ના કેસમાં દોષિત ગુનેગાર દેશી તમંચા સાથે ઝડપાયો ..." આ ખબરો વાંચતા તો એવું લાગે છે કે જાણે એ ગુનેગારો એ વારંવાર ગુનાઓ આચરવાનો કોર્ટ પાસે થી   ' પાસ ' લઇ લીધો હશે .   કોઈપણ ગુનો થાય તો એ ગુના પાછળ કેવળ ગુનેગારનો જ વાંક નથી હોતો , પણ ત...